સોફ્ટવેર એન્જિનિયર્સને લાગુ પડતી કે સંબંધિત કહેવતો:
- કોડ કરે તેનું CV વેચાય (બોલે તેનાં બોર વેચાય).
- જેવો પ્રોજેક્ટ, તેવો કોડ (જેવો દેશ, તેવો વેશ).
- પ્રોજેક્ટ મેનેજર કોડ કરે નહી ને, ડેવલોપરને શિખામણ આપે (ગાંડી સાસરે જાય નહી ને, ડાહ્યીને શિખામણ આપે).
- QA ને માથે કોડ (ગાંડીને માથે બેડું).
- પ્રોજેક્ટ મેનેજર કરતાં ડેવલોપર્સ ડાહ્યા (કુંભાર કરતાં ગધેડાં ડાહ્યા).
- કોણે કહ્યું હતું, બેટા, સોફ્ટવેર એન્જિનિયર બનજો? (કોણે કહ્યું હતું, બેટા, બાવળે ચડજો?).
- એક લાઇનની કોમેન્ટ માટે આખું સોફ્ટવેર કમ્પાઇલ કરવું (અડધા પાપડ માટે નાત જમાડવી).
- ડેવલોપર માત્ર બગને પાત્ર (માણસ માત્ર ભૂલને પાત્ર).
- સો દિવસ પ્રોજેક્ટ મેનેજરનાં, એક દિવસ ડેવલોપર્સનો (સો દાડા સાસુનાં, એક દાડો વહુનો).
- પ્રોજેક્ટ ક્રેશનો ભોગ બનેલો કોમેન્ટ્સનું પણ બેકઅપ લે. (દુધનો દાઝ્યો છાસ પણ ફુકી ફુકીને પીવે.)
- એક્સેપ્શન કાઢતા બગ પેઠો. (બકરુ કાઢતા ઉંટ પેઠુ)
- ડેસ્કટોપ પર ફાઇલ ને સર્ચએન્જિનમાં શોધાશોધ. (કેડમાં છોકરું ને ગામમાં ઢંઢેરો…પ્રેરણા - જુ.કિ. દાદા)
- ઝાઝા પ્રોગ્રામર કોડ બગાડે. (ઝાઝા રસોઇયા રસોઇ બગાડે)
No comments:
Post a Comment