23 February 2010

મેનેજમેન્ટનું પંચતંત્ર (4) – વિદ્યુત જોષી


એક કુંભાર પાસે એક ગધેડો હતો, જે માલવહનનું કામ કરતો. કુંભાર તેને ખૂબ
મારતો અને પૂરું ખાવાનું ન આપતાં બિચારો માયકાંગલો બની ગયો હતો. એક
હૃષ્ટપુષ્ટ ગધેડાએ તેને પૂછ્યું, ‘તું આ શેઠને છોડી કેમ નથી દેતો?
માયકાંગલા ગધેડાએ જવાબ આપ્યો, ‘શેઠ તેની એકની એક તોફાની દીકરીને કહ્યા
કરે છે કે તે બહુ તોફાન કરશે તો તેને મારી સાથે પરણાવી દેશે. હું એ
દિવસની રાહમાં આ બધું સહન કરી લઉ છું. પછી તો શેઠની બધી મિલકત મારી જ છે ને!’
(કથાબોધ: કારીગરો કામ કરે તે માટે પ્રેરણા (મોટીવેશન) અથવા પોષણ
(ઇન્સેન્ટિવ) અપાય છે. પ્રેરણા શાબ્દીક પ્રોત્સાહન છે, જ્યારે પોષણ એ
ભૌતિક વસ્તુ આપીને કરાય છે. ડાહ્યા લોકો ઇન્સેન્ટિવથી કામ કરે છે, ગધેડાઓ
પ્રેરણાથી કામ કરે છે.)

No comments: