23 February 2010

મેનેજમેન્ટનું પંચતંત્ર (7) - વિદ્યુત જોષી

એક નિરીશ્વરવાદી (ભગવાનમાં ન માનનાર) જંગલમાંથી પસાર થતાં ભૂલો પડ્યો.
આમતેમ અટવાતો હતો ત્યાં પાંચ બચ્ચાં સાથે એક ભૂખી રીંછણ આવી ચડી.
માણસને જોઇને રીંછણ ઘુઘવાટા કરવા લાગી. તે વિકરાળ હતી, તેના નહોર ચપ્પુ
જેવા તીક્ષ્ણ હતા. ડરનો માર્યો માણસ દોડવા લાગ્યો.
રીંછણ પાછળ દોડી. ગભરાયેલા માણસથી બોલાઇ ગયું, ‘હે ભગવાન, બચાવ.’
આકાશમાં ગડગડાટી થઇ. ઈશ્વર બોલ્યા, ‘તમે નિરીશ્વરવાદીઓએ મને ગાંડો
કરી નાખ્યો છે. આમ તો મને માનતા નથી ને પાછી મારી મદદ માગો છો?’
‘હું ભૂલ કબૂલ કરું છું, પણ આ ઉંમરે હવે વિચાર બદલવો શક્ય નથી. પણ રીંછણ
નાની વયની છે, ભગવાન, તેના વિચાર બદલીને તેને આસ્તિક બનાવી દો તો હું
બચી જાઉ,’
નિરીશ્વરવાદી બોલ્યો. ઈશ્વરે કહ્યું, ‘તથાસ્તુ.’ થોડે દૂર રહેલી રીંછણ
નજીક આવી, માણસનું ગળું દબોચીને બોલી, ‘આજનું ભોજન આપવા બદલ ઈશ્વરનો
આભાર.’
(કથાબોધ : ઈશ્વરમાં માનવાથી ધંધામાં અહિંસક બનાતું નથી.)


No comments: